ઈરાનથી લાવવામાં આવેલા 236 ભારતીય નાગરિકો જેસલમેર પહોચ્યા
Live TV
-
સાવચેતીના ભાગરૂપે સ્વદેશ પરત ફરત ફરેલા નાગરિકોને 14 દિવસના સમયગાળામાં દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
આજે ઈરાનથી ખાસ વિમાન દ્વારા સ્વદેશ લાવવામાં આવેલા 236 ભારતીય નાગરિકોને જેસલમેર ખાતે ભારતીય સૈન્ય આરોગ્ય સુખાકારી કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તા કરનલ સોમબિત ઘોષે જણાવ્યું છે કે, જેસલમેર ખાતેના આરોગ્ય સુખાકારી કેન્દ્ર - ભારતીય સૈન્ય દ્વારા કેવિડ 19 સામેની રાષ્ટ્રની લડતને ટેકો આપવા માટેની પહેલ છે.આ તમામ નાગરિકોનો પ્રારંભિક મેડિકલ ચેકઅપ કરાયો છે. જેસલમેર ખાતેના આરોગ્ય સુખાકારી કેન્દ્રમાં કુશળ તબીબી અધિકારીઓની સંપૂર્ણ દેખરેખ હેઠળ ભારતીય નાગરિકોને સારવારના ફરજીયાત સમયગાળા દરમિયાન તમામ સુવિધાઓ અપાશે. સૈનિકોએ પણ વિદેશથી પાછા પરત આવેલા દેશવાસીઓને સંભાળ અને સહાય આપવા તત્પરતા દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કેન્દ્રમાં હવાઈ દળ અને નાગરિક ઉડ્ડયન વ્યવસ્થાતંત્રના અધિકારીઓ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. સંક્રમિત રોગચાળો ફેલાય નહીં તે માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે.
કર્નલ ઘોષે ઉમેર્યું કે, લોકોને કેવિડ – 19 વિશે જાગૃત કરવા જાગૃતિ અભિયાન હાથ ધરાયો છે. લોકોને કેવિડ -19 સામે પૂરતી સાવચેતી રાખવા જણાવાયું છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં તમામ જરૂરી તબીબી સુવિધાઓ હોવાથી લોકોને ગભરાવવાની જરૂર નથી. સાવચેતીના ભાગરૂપે સ્વદેશ પરત ફરત ફરેલા નાગરિકોને 14 દિવસના સમયગાળામાં દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
