જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સૈન્ય કાર્યવાહીમાં ચાર આતંકીઓ ઠાર
Live TV
-
આતંકીઓ સાથેની અથડામણ હજુ ચાલુ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાત્રી ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર વિસ્તારને ઘેરીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળ ઉપર ગોળીબાર કર્યો હતો. હાલ અથડામણ ચાલુ છે. અને આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
