ઈરાન: કોરોનાથી અસરગ્રસ્ત પ્રાંતમાંથી 53 ભારતીયોની ટુકડી ભારત પાછી ફરી
Live TV
-
ઈરાનના કોરોનાથી અસરગ્રસ્ત તહેરાન અને શિરાઝ પ્રાંતમાંથી 53 ભારતીયોની ચોથી ટુકડી ભારત પાછી ફરી છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે, પાછા ફરેલાઓમાં એક શિક્ષક અને 52 વિદ્યાર્થીઓ છે. આ સાથે જ અત્યાર સુધી ઈરાનથી કુલ 389 ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે.
વિદેશમંત્રી એસ જયશંકરે ભારતોયોને સલામત રીતે પાછા લાવવામાં મદદ કરવા બદલ ઈરાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે.
