કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો દ્વારા કોવિડ 19 સામેની સજ્જતાની સમીક્ષા કરી
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગઈકાલે દિલ્હીમાં એક બેઠક યોજીને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કોવિડ 19 સામેની સજ્જતા, તેને રોકવાના ઉપાયો અને અન્ય સજ્જતાની સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રીએ કોરોના અંગે પુછપરછ માટે લોકોની સંખ્યા વધતા 24 કલાક માટે હેલ્પલાઈન સાથેનો નિયંત્રણ કક્ષ શરૂ કરવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો છે.
આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડની સ્થિતિ અને ભારત સરકાર તેમજ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોનાના ફેલાવાને રોકવા લીધેલા પગલાંઓની વિગતો આપવામાં આવી હતી.
આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને કોવિડ 19 અંગેના મંત્રીઓના જૂથની આજે મળનારી બેઠકમાં રજૂ કરાશે.
