મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે વિધાનસભામાં શક્તિ પરીક્ષણનો સામનો કરશે
Live TV
-
મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારના ભાગ્યનો નિર્ણય આજે રાજ્ય વિધાનસભામાં થશે..રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રીને આદેશ આપ્યો છે કે તેઓ આજે વિધાનસભામાં બહુમત સિદ્ધ કરે..
લાલજી ટંડને CM કમલનાથને વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પછી વિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કહ્યું છે..મહત્વનું છે કે કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાના કારણે 15 મહિના જૂની કમલનાથ સરકાર પડવાની તૈયારીમાં છે...
કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ગૃહમાં હાજર રહેવા માટે અને સરકારના પક્ષમાં મતદાન કરવા માટે વ્હિપ જાહેર કર્યું છે..તો ભાજપે પણ પોતાના ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે..
