ઈસરોની નવી ઉડાન, પીએસએલવી 42નું સફળ પ્રક્ષેપણ
Live TV
-
બે પર્યવેક્ષી ઉપગ્રહ નોવા એસએઆર અને એસ 14ને અંતરિક્ષમાં પહોંચાડાયુ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ, શહેરી કોટાથી ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી 42નું સફળ પ્રક્ષેપણ કર્યુ છે. સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રના પ્રથમ પ્રક્ષેપણ સ્થળથી રાત્રે 10 વાગ્યેને 8 મીનીટે આ પ્રક્ષેપણ કરવામાં આવ્યુ હતું. આ બે પર્યવેક્ષી ઉપગ્રહ નોવા એસએઆર અને એસ 14ને અંતરિક્ષમાં પહોંચાડાયુ આ બન્ને ઉપગ્રહ બ્રીટનની સરેં સેટેલાઇટ ટેકનોલોજી લીમીટેડના છે. ઇસરોના ચેરમેન કે સીવને એસએલવી સી 42ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી. અને આ સફળતાને અતરિક્ષના ઇતિહાસમાં સીમા ચિહ્ન ગણાવ્યુ છે.
