દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ
Live TV
-
રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી આપી શુભેચ્છા, સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓનો વરસાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગઈકાલે અમદાવાદ ખાતે મોદી સમાજ દ્વારા, રકતનદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના રાણીપ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા પૂર્વ મેયર સહિત મોટી સંખ્યામાં મોદી સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. રક્તદાન શિબિરમાં મોદી સમાજના યુવાનો અને વડીલો દ્વારા રક્તદાન કરી, પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તો રાજ્યમાં વિવિધ 11 જગ્યાએ એક સાથે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું
દેશની જનતા સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીને શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહી છે..ટ્વીટર પર હેશટેગ હેપ્પી બર્થડે પીએમ ટ્રેન્ડ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરતા લખ્યુ છે કે પૂર્ણ સમર્પણ સાથે રાષ્ટ્રનિર્માણ માટે અથાક પરિશ્રમ કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ઈશ્વર તેમને દીર્ઘાયુ પ્રદાન કરે અને તેઓ દેશની સેવા કરતા રહે..તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટર પર લખ્યુ છે કે ગુજરાતના સપૂત અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની સમગ્ર ગુજરાતની જનતા તરફથી હાર્દિક શુભકામના...આપના કુશળ નેતૃત્વથી રાષ્ટ્ર નિરંતર નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરે એ જ શુભકામના..
