પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારણસી જશે
Live TV
-
યાત્રાના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી તેમના જન્મ દિવસે નરોર ગામની એક પ્રાથમિક શાળાની મુલાકાત કર્યા બાદ DLW પરિસરમાં કાશી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારણસી જશે. વારાણસીની બે દિવસની મુલાકાત દરમ્યાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. યાત્રાના પ્રથમ દિવસે, પ્રધાનમંત્રી આજે તેમના જન્મ દિવસે, નરોર ગામની એક પ્રાથમિક શાળાની મુલાકાત કર્યા બાદ DLW પરિસરમાં કાશી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મંગળવારે 550 કરોડથી વધુના વિકાસ કાર્યોનું શીલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં, અટલ ઇન્ક્યુબેશન સેન્ટરનું શિલાન્યાસ પણ કરશે. આ સેન્ટરથી નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી બીએચયુમાં વૈદિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના પણ કરશે. ત્યારબાદ તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. આ પરિયોજનાઓથી કાશીના આધ્યાત્મિક ઇતિહાસનો મેળાપ આધુનિક કાર્યપ્રણાલીથી થશે.
