ઉચ્ચ શિક્ષણમાં બુનિયાદી સુધારા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
Live TV
-
કેન્દ્ર સરકારે 31 મે, 2017ના રોજ એચઈએફએ એટલે કે હેફાની સ્થાપના કરી હતી. આ એક બિનલાભકારી અને બિનબેકિંગ નાણાકીય કંપની છે,
સરકારે દેશમાં શિક્ષણના બુનિયાદી પાયામાં સુધારો કરવાની દિશામાં ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કેબિનેટે 2022 સુધી ઉચ્ચ શિક્ષણના બુનિયાદી ઢાંચાની જરૂરિયાતોને પૂરા કરવા માટે ઉચ્ચ શિક્ષણ નાણાં એજન્સી એટલે કે હેફાના કાર્યવિસ્તારને મંજૂરી આપી દીધી છે, જેનાથી બુનિયાદી શિક્ષણમાં સુધારો આવશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2022 સુધી શિક્ષણના પાયામાં સુધારો કરવા મામલે અને તેની પદ્ધતિઓમાં ફેરફાર કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. જેના માટે સરકારે આ વર્ષે લગભગ 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે 31 મે, 2017ના રોજ એચઈએફએ એટલે કે હેફાની સ્થાપના કરી હતી. આ એક બિનલાભકારી અને બિનબેકિંગ નાણાકીય કંપની છે, જે કેન્દ્ર સરકાર અંતર્ગત ઉચ્છ શિક્ષણની સંસ્થાઓના બુનિયાદી શિક્ષણમાં વિકાસ માટે બજેટ જોડશે.
