Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશનાં 36 જિલ્લામાં નગરપાલિકાની ચુંટણી માટે મતદાન શરૂ

Live TV

X
  • પ્રથમ તબક્કામાં 37 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે

    ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 37 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. તેમાં મુરાદાબાદ, સહારનપુર, આગ્રા, લખનૌ, પ્રયાગરાજ, ઝાંસી, દેવીપાટન અને વારાણસી વિભાગનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 10 મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ અને તેમના 820 કાઉન્સિલર્સ,  2 હજાર 740 મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્યો,  275 નગર પંચાયત પ્રમુખો અને 3 હજાર 645 નગર પંચાયત સભ્યોના ભાવિનો નિર્ણય કરવામાં આવશે.

    આ માટે બે કરોડ 11 લાખ લોકો ચૂંટણીમાં મતદાન કરશે. મહત્વની બાબત એ છે કે,,, આ વખતે મહાનગરપાલિકામાં મેયર અને કાઉન્સિલર્સની ચૂંટણી ઈવીએમથી યોજાશે, જ્યારે બાકીના પદો માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. બીજા તબક્કાનું મતદાન 11 મેના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 13 મેના રોજ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply