ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બન્યા આનંદીબેન પટેલ
Live TV
-
ઈલ્હાબાદ HCના મુખ્ય ન્યાયમૂર્તિએ ગોપનીયતાના શપથ લેવડાવ્યા
આનંદી પટેલે આજે ઉત્તરપ્રદેશના રાજયપાલ તરીકે શપથ લીધા અને ઉતરપ્રદેશનો કાર્યભાર સંભાળ્યો. આ કાર્યક્રમ લખનઉના રાજ્ભવનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજયના પૂર્વ રાજયપાલ રામ નાઈક પણ ઊપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ઈલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગોંવિંદ માથુરે નવનિયુક્ત રાજયપાલ આનંદીબેન પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પુર્ણ કરેલા પુર્વ રાજયપાલ રામ નાઈકે રાજભવનમાં આનંદીબેન પટેલને કાર્યભાર સોંપ્યો. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ પહેલા મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
