બીયર ગ્રિલ્સ સાથે જોવા મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
ડિસ્કવરીના લોકપ્રિય શૉ 'મેન વર્સીસ વાઇલ્ડ'માં જોવા મળશે
ડિસ્કવરી ચેનલના લોકપ્રિય શૉ 'મેન વર્સીસ વાઇલ્ડ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શૉના સંચાલક બીયર ગ્રિલ્સ સાથે જોવા મળશે. આ પ્રૉગ્રામનું પ્રસારણ 12 ઑગસ્ટે ડિસ્કવરી પર થશે. બીયર ગ્રિલ્સે એક વિડિયો સાથે આ અંગે માહિતી ટ્વીટ કરીને જણાવી હતી. વડા પ્રધાન મોદીએ બીયર ગ્રિલ્સના ટ્વીટનો જવાબ આપતા કહ્યું હતું કે "વર્ષો સુધી હું કુદરત, પર્વતો અને જંગલોની વચ્ચે રહેલો છું. આ વર્ષોની મારા જીવન પર અમીટ છાપ છે. આથી મને જ્યારે આ વિશેષ કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મને તેમાં ભાગ લેવાનું મન થયું." આ શૉમાં ભારતના પર્યાવરણના સમૃદ્ધ વારસા, પર્યાવરણની જાળવણી, પ્રકૃતિ સાથે સંવાદિતા દર્શાવાશે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પણ આ શૉમાં દેખાઈ ચૂક્યા છે.
