ઉત્તરપ્રદેશના DGPએ કહ્યું કે રાજ્યમાં સ્થિતિ શાંતિપૂર્ણ, જો કે સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા સઘન
Live TV
-
સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ
ઉત્તર પ્રદેશના સંવેદનશીલ ક્ષેત્રોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં સ્થિતિ શાંતિપૂર્ણ બનેલી છે...જો કે સાવચેતીના ભાગરૂપે લખનઉ, અલીગઢ, આગરા, મથુરા અને બુલંદશહેર સહિત લગભગ 21 જિલ્લાઓમાં ગઈકાલ રાતથી ઈન્ટરનેટ સેવાઓ બંધ છે..મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે..
આ પહેલા ઉત્તર પ્રદેશમાં આજે જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી..રાજ્ય પોલીસ શાંતિ અને જાગૃતતા સમિતિઓના માધ્યમથી નાગરિકતા સંશોધન કાયદા વિશે જાગતૃતા ફેલાવવા માટે અનેક બેઠકો આયોજીત કરી રહ્યા છે...પોલીસ સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખી રાખી રહી છે...આપત્તિજનક પોસ્ટ કરનારા 93 લોકો વિરુદ્ધ પોલીસે FIR દાખલ કરી છે....મહત્વનું છે કે ઉત્તરપ્રદેશમાં CAA વિરુદ્ધ થયેલા વિરોધ-પ્રદર્શનમાં અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે..
