ઉત્તરપ્રદેશમાં ગુરૂવાર સાંજે આવેલા વાવાઝોડાએ કેર વર્તાવ્યો
Live TV
-
તોફાનના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મૃત્યુ પામનારાની સંખ્યા 26 થઈ ગઈ છે. આંધી અને તોફાનમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે અને સરકારે રાહત કાર્ય પણ સરકારે યુદ્ધ ધોરણે હાથ ધર્યું છે.
ઉત્તરપ્રદેશમાં ગુરૂવાર સાંજે આવેલા વાવાઝોડાએ કેર વર્તાવ્યો હતો. તોફાનના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મૃત્યુ પામનારાની સંખ્યા 26 થઈ ગઈ છે. આંધી અને તોફાનમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે અને સરકારે રાહત કાર્ય પણ સરકારે યુદ્ધ ધોરણે હાથ ધર્યું છે. મૈનપુરીમાં સૌથી વધુ જાનમાલનું નુકસાન થયું છે. મૈનપુરમાં 6 લોકોના મોત થયા છે. આંધી તોફાનમાં માર્યા ગયેલા પરિવારને યોગી સરકારે રૂપિયા 4 લાખની સહાય આપવાની અને ઘાયલોને નિશુલ્ક સારવાર આપવાની જાહેરાત કરી છે.
