પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદિવના પ્રવાસે જશે
Live TV
-
નેબર હૂડ ફર્સ્ટ એટલે કે પાડોશી પહેલાની નિતીને અનુસરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના બીજા કાર્યકાળમાં માલદિવ્સ અને શ્રીલંકા જશે. તેઓ આજે માલદિવ્સ અને આવતીકાલે શ્રીલંકાનો પ્રવાસ કરશે
નેબર હૂડ ફર્સ્ટ એટલે કે પાડોશી પહેલાની નિતીને અનુસરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના બીજા કાર્યકાળમાં માલદિવ્સ અને શ્રીલંકા જશે. તેઓ આજે માલદિવ્સ અને આવતીકાલે શ્રીલંકાનો પ્રવાસ કરશે, પ્રધાનમંત્રી મોદી માલદિવ્સના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમદ સાલેહના શપથ ગ્રહણમાં સામેલ થયા હતા અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલિદિવ્સના મહેમાન બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ્સની સંસદ મઝલીસને પણ સંબોધીત કરશે. આમ મુલાકાત દરમિયાન માલદિવ્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું , કે તેમની આ મુલાકાત , 'પ્રથમ પાડોશી'ની જે નીતિ છે , તેને દર્શાવે છે. સાથે જ પ્રધાનમંત્રીએ આતંકવાદ સામેની લડાઈમાં , ભારત શ્રીલંકાની સાથે હોવાનું જણાવ્યું હતું. આ અંગેની માહિતી,, વિદેશ સચિવ વિજય ગોખલેએ આપી હતી
