ઉત્તરપ્રદેશમાં છેલ્લાં 24 કલાકમાં આવેલા વરસાદથી 16 ના મોત
Live TV
-
જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત બન્યા
ઉત્તરપ્રદેશમાં છેલ્લાં 24 કલાક દરમિયાન ભારે વરસાદથી 16 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. છેલ્લાં 24 કલાકમાં વીજળી પડવાથી અને વરસાદના પગલે મકાન પડવાથી 16 વ્યક્તિના મોત થયા છે. તેમાં સાંજાપુરમાં સૌથી વધુ 6 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી 48 કલાકમાં દહેરાદુન સહિત 8 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. છેલ્લાં ઘણા દિવસથી વરસતા વરસાદથી હાલ કોઈ રાહત જોવા મળી નથી. મેદાની વિસ્તારમાં રહેનાર લોકોને સર્તક રહેવા અને રાજ્ય સરકાર સાથે સમન્વય રાખવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી એનસીઆરમાં રવિવારે પણ ભારે વરસાદ થયો હતો. દિલ્હીના ઘણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. જેના પગલે ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની હતી.
