ઉત્તરપ્રદેશમાં માર્ગ અકસ્માત, 6ના મોત, 3 ઘાયલ
Live TV
-
ટ્રક-કાર અકસ્માતમાં 6ના મોત થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો બહરાઈચના નિવાસી હતા.
ઉત્તરપ્રદેશમાં બુધવારે મોડી રાત્રે બહરાઈચ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 6 લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ધનોલી ગામ પાસેના બહરાઈચ-નાનપારા હાઈવે પર ઝડપથી આવી રહેલ ટ્રકનો કાર સાથે અકસ્માત થયો હતો.
