ઝારખંડમાં ત્રીજા તબક્કાનું મતદાન: 62.35 ટકા મતદાન નોંધાયું
Live TV
-
ઝારખંડમાં ગઈકાલે ત્રીજા તબક્કાની ચૂટણી માટે 8 જિલ્લાની 17 વિધાનસભા બેઠક માટે મતદાન શાંતિ પુર્ણ રીતે પુર્ણ થયું. . 62.35 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીપંચ તરફથી મતદાન માટે 7016 મતદાન કેન્દ્રો બનાવ્યા હતા. ચૂંટણીપંચ અનુસાર આ તબક્કામાં કુલ મતદારોની સંખ્યા 56 લાખ 18 હજાર છે. જે 309 ઉમેદવારના ભાવિનો નિર્ણય કરશે. ગઈકાલે ત્રીજા તબક્કાના મતદાન માટે લોકો મતાધિકારનો ઉપયોગ કરવા મોટી સંખ્યામાં મતદાન મથક સુધી પહોચ્યાં હતા. ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ પણ મત આપ્યો હતો.
