Skip to main content
Settings Settings for Dark

હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે સુપ્રિમ કોર્ટે 3 સભ્યોની કમિટીનું ગઠન કર્યું 

Live TV

X
  • હૈદરાબાદ એન્કાઉન્ટર પર તપાસ સમિતિની કરાઈ રચના-સુપ્રીમ કોર્ટે તપાસ માટે 3 સભ્યોના આયોગનું કર્યું ગઠન-નિવૃત્ત જજ વી.એસ.સિરપુકર કરશે કમિટીની અધ્યક્ષતા-6 મહિનામાં આપવો પડશે રિપોર્ટ.

    સુપ્રિમકોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે તપાસ કરવા માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે. જેની અધ્યક્ષતા સુપ્રિમકોર્ટના પૂર્વન્યાધિશ વી.એસ.સિરપુરકર કરશે. આ પંચ આગામી 6 મહિનામાં પોતાનો અહેવાલ સુપ્રિમકોર્ટને સોપશે. 

    સુપ્રિમ કોર્ટે કહયું છે કે આ અદાલત આગામી આદેશ સુધી કોઇ અન્ય અદાલત અથવા પ્રાધિકરણ આ મામલે કોઇ પુછપરછ કરશે નહી. સુપ્રિમકોર્ટમાં આજે હૈદરાબાદમાં પશુચિકિત્સકનો સામુહિક બળાત્કાર અને હત્યા કેસમાં ચારેય આરોપીઓ પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતાં તે સબંધમાં મુખ્ય ન્યાયાધિશ એસ એ.બોબડે એ કહયુ હતું કે આ કેસમાં સ્વતંત્ર તપાસ થવી જોઇએ કે પોલીસ સાથેની અથડામણમાં કસુરવારો માર્યા ગયા છે કે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. 

    ખંડપીઠે હૈદરાબાદના કેસમાં સ્વતંત્ર તપાસ ની પી.આઇ.એલ સુચીબધ્ધ કરી છે દરમિયાન નાગરિકતા સુધારાબિલ સામે ઇન્ડિયન યુનિયન મુસ્લીમ લીગે સુપ્રિમકોર્ટમાં પીટીશન દાખલ કરીને દાદ માંગી છે કે બિલની જાગવાઇમાં અનુચ્છેદ 14 નું ઉલ્લંધન છે, ધર્મના આધારે વર્ગીકરણ અયોગ્ય છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply