Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ 

Live TV

X
  • ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે ઉત્તરપ્રદેશમાં પાંચમા તબક્કા માટેનો પ્રચાર શાંત થશે. 27 ફેબ્રુઆરીએ 12 જિલ્લા 61 વિધાનસભાની બેઠક પર મતદાન થશે. આ માટે તમામ રાષ્ટ્રીય દળોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પ્રયાગરાજમાં જનસભાને સંબોધશે. અને પોત-પોતાના ઉમેદવારની તરફેણમાં મતદાન કરાવવા અપીલ કરશે. કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજ, પ્રતાપગઢ અને અમેઠીમાં તેઓ ડોર ટુ ડોર જનસંપર્ક કરશે. રાહુલ ગાંધી પણ આજે પ્રયાગરાજ અને અમેઠીમાં જનસભા કરશે. દરમિયાન મણીપુરમાં પ્રથમ તબક્કા માટે 6 જિલ્લાની 38 બેઠકો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તબક્કામાં 15 મહિલાઓ સહિત 173 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply