રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી આસામના ત્રણ દિવસના પ્રવાસે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી આસામના ત્રણ દિવસના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે પહોંચ્યા હતા. જ્યાં આસામના મુખ્યમંત્રી ડૉ. હિમન્ત બિસ્વા સરમા, આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખી અને ભાજપ પ્રમુખ રંજીતકુમાર દાસે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ ગોવાહાટી સ્થિત પ્રસિધ્ધ માતા કામાખ્યા મંદિરના દર્શન કરવા માટે રવાના થયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ગોવાહાટીમાં મહાન સેનાપતિ લચિત બોરોફુકનની 400મી જયંતી પર એક વર્ષ સુધી ચાલનારા સમારોહનું ઉદઘાટન કરશે.
