ઉત્તરભારત સહિત સમગ્ર દેશમાં ઠંડી જોરદાર, શ્રીનગરમાં ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો
Live TV
-
તો રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી સુધી ઘટ્યું છે. જે સામાન્ય હવામાનથ ચાર ડીગ્રી ઘટેલું છે.
ઉત્તરભારત સહિત સમગ્ર દેશમાં ઠંડી જોરદાર પડી રહી છે. કાશ્મીરથી લઈ ઉત્તરપ્રદેશ સહિતના પ્રદેશમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. શ્રીનગરમાં ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો છે. તો રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી સુધી ઘટ્યું છે. જે સામાન્ય હવામાનથ ચાર ડીગ્રી ઘટેલું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વર્ષ 2014 બાદ દિલ્હીમાં આ ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. દિલ્હી ઠંડીની સાથે પ્રદૂષણની સમસ્યાથી પીડાઈ રહયું છે. વર્ષમાં બીજીવાર પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ખરાબ થયું છે. આ અગાઉ 8 નવેમ્બરે સૌથી વધુ પ્રદૂષણ રહ્યું હતું. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લોકોને સલાહ આપી છે કે, તેઓ આગામી ત્રણથી પાંચ દિવસ ઘરથી બહાર જવાનું ટાળે અને ખાનગી ગાડીનો ઉપયોગ ઓછો કરે. પંજાબ અને હરિયાણામાં પર ભારે ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં દિવસે તડકા સાથે હવામાન સાફ હોવા છતાં રાજ્યભરમાં ભારે ઠંડી પડી રહી છે. જમ્મુ કાશમીરની રાજધાનીમાં ગત રાત્રિ ડિસેમ્બરની સૌથી ઠંડી રાત્રિ રહી હતી. જ્યાં તાપમાન માઇનસ 7.6 ડિગ્રી રહ્યું હતું. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ઠંડો પવન ચાલુ છે.
