Skip to main content
Settings Settings for Dark

સંસદમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરાયો વિરોધ

Live TV

X
  • વિપક્ષી દળના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ પર હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની 10 મિનિટમાં જ આખા દિવસ માટે મોકૂફ રાખવામાં આવી

    આજે પણ સંસદમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. સવારે 11 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો કર્યો હતો. કાવેરી નદી પર ડેમ અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ સાથે વિવિધ મુદ્દાઓ પર હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની 10 મિનિટમાં જ આખા દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્યસભાની આગામી બેઠક સોમવારે યોજાશે. તો લોકસભામાં પણ વિપક્ષી દળના સભ્યોના હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થયાની 20 મિનિટમાં જ બપોરે બાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. બપોરે બાર વાગ્યા બાદ લોકસભામાં કામકાજ ફરીથી શરૂ થયું હતું. જેમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના રાષ્ટ્રપતિના આદેશને લોકસભાએ મંજૂરી આપી દીધી હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતુ કે, જમ્મુ-કાશ્મીરના તત્કાલિન ગવર્નરે રિપોર્ટમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ પાર્ટી પાસે સરકાર બનાવવા માટે યોગ્ય બહુમત નથી. તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, રાજ્યમાં લોકોની અપેક્ષા પૂર્ણ નહોતી થઈ રહી એટલા માટે ભાજપે પીડીપી પાસેથી સમર્થન પાછુ ખેંચી લીધું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply