ઉત્તર ભારત સહિત દેશની રાજધાની દિલ્હીમાં હાડ થીજાવતી ઠંડીનું મોજું
Live TV
-
દક્ષિણ ગુજરાતના નવસારી શહેર અને જિલ્લામાં સદીનું સૌથી નીચું તાપમાન ૪.૫ ડિગ્રી નોંધાયું
જમ્મુ-કાશ્મીરમાં બરફની સફેદ ચાદર સાથે ઉત્તર ભારત સહિત દેશની રાજધાની દિલ્હીમાં પડી રહેલી કાતિલ અને હાડ થીજાવતી ઠંડીનું મોજું ગુજરાતમાં પણ અસર કરી ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી શહેર અને જિલ્લામાં સદીનું સૌથી નીચું તાપમાન ૪.૫ ડિગ્રી નોંધાતા લોકો ઠુંઠવાઈ ગયા છે. ઠંડીથી બચવા લોકો તાપણું સહિત ગરમ વસ્ત્રો પહેરીને રક્ષણ મેળવી રહ્યા છે. સાથે ખુલ્લા અને જાહેર માર્ગો પર બહાર નીકળવાનું ટાળીને ઘરમાં બેસીને સમય પસાર કરી રહ્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી વિભાગના હવમાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે હજી પણ ત્રણ થી ચાર દિવસ ઠંડીનું મોજું લોકોને ઠંડો ચમકારો કરાવશે.
