Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક

Live TV

X
  • બાળકો સાથે અલગ અલગ ધારાઓ હેઠળ જે યૌન અપરાધ થાય છે તેને લઈને સજા વધુ કડક કરી દેવામાં આવી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રી મંડળે પોક્સો એક્ટને લઈને પણ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. પોક્સોમાં નાની ઉંમરના બાળકો સાથે બળાત્કારના જે કેસો આવે છે તેમાં ફાંસીનો નિર્ણય તો સરકાર પહેલાં જ લઈ ચુકી છે પરંતુ હવે બાળકો સાથે અલગ અલગ ધારાઓ હેઠળ જે યૌન અપરાધ થાય છે તેને લઈને સજા વધુ કડક કરી દેવામાં આવી છે. કેબિનેટ દ્વારા જઘન્ય અપરાધ માટે મૃત્યુ દંડના વિસ્તારને વધારવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

    - કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એ નિર્ણય પણ લેવામાં આવ્યો કે સરકાર નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસીન પીલ 2018 લાવશે. તેના માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં શિક્ષકોનાં હિતોનું પણ ધ્યાન રાખવામાં આવશે.
    - અન્ય મહત્વના નિર્ણયમાં સાત CPSEના આઈપીઓ લાવવાના પ્રસ્તાવને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
    - આર્થિક મામલાઓની કેબિનેટ કમિટીએ નારીયેળની છીણના ન્યુનતમ મુલ્યમાં 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને મંજૂરી આપી છે.
    - કેન્દ્રીય મંત્રીમંડળે ગગનયાન કાર્યક્રમને પણ મંજૂરી આપી દીધી છે. આ સ્વદેશી કાર્યક્રમ હેઠળ ત્રણ વ્યક્તિઓને સાત દિવસ સુધી અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply