ઉત્તરાખંડથી લઈને હિમાચલ અને લેહ-લદ્દાખમાં ભારે હિમવર્ષા
Live TV
-
દેશભરમાં ફરી એકવાર હવામાન પલટાયું છે...ઉત્તરાખંડથી લઈને હિમાચલ અને લેહ-લદ્દાખમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જ્યારે કાશ્મીર અને દક્ષિણના અમુક ભાગમાં વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં મંગળવાર રાતથી હિમવર્ષા થવાને લીધે બે ફૂટ સુધી બરફ જામી ગયો હતો.
દેશભરમાં ફરી એકવાર હવામાન પલટાયું છે...ઉત્તરાખંડથી લઈને હિમાચલ અને લેહ-લદ્દાખમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જ્યારે કાશ્મીર અને દક્ષિણના અમુક ભાગમાં વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં મંગળવાર રાતથી હિમવર્ષા થવાને લીધે બે ફૂટ સુધી બરફ જામી ગયો હતો. બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબની સાથે જ ગઢવાલ તથા કુમાઉમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જ્યારે હિમાચલના કિન્નૌરમાં 3 ફૂટ સુધી હિમવર્ષા થતાં તાપમાન શૂન્ય નીચે ગગડી ગયું છે.
તો આ તરફ ભારે હિમવર્ષાને લીધે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે ફરી બંધ કરી દેવાયો હતો. સતત હિમવર્ષાને લીધે એલઓસી નજીકના માછિલ, ગુરેજ જતો માર્ગ બંધ છે. પશ્ચિમી પવનોને લીધે નવેમ્બરમાં હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગ મુજબ 1959 પછી નવેમ્બરમાં કાશ્મીર ખીણમાં આટલી હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,,,તાજેતરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર તરફ વધી રહ્યું છે. તેના લીધે ઉત્તરનાં મેદાનો પર પવનનો ચક્રવાત સર્જાયો છે, જેથી ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરા પડી શકે છે. તેમજ આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તર ભાગોમાં વરસાદ અને ભારે હિમવર્ષાની શક્યતા છે.
આ સાથે અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે શિયાળાની ઋતુ જામી છે. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે આગામી દિવસોમાં હજી વધારે ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે..
