શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
Live TV
-
શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષ હોદ્દો સંભાળ્યા બાદ પ્રથમ વિદેશયાત્રાના ભાગરૂપે દિલ્હી આવી પહોંચ્યા છે.
શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષ હોદ્દો સંભાળ્યા બાદ પ્રથમ વિદેશયાત્રાના ભાગરૂપે દિલ્હી આવી પહોંચ્યા છે. તેઓ બંને દેશો વચ્ચે વધતા સંબંધોને વધુ ગાઢ બનાવવાના ભાગરૂપે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને વિસ્તૃત વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે વાતચીત દરમિયાન શ્રીલંકામાં તમિલ સમૂહદાયની આકાંક્ષાને પૂરી કરવા હિંદ મહાસાગરના સ્થિતિ તેમજ કારોબાર અને રોકાણ સંબંધી બાબતોને મજબૂત કરવા પગલાઓ સહિતના મુદ્દે ચર્ચા થવાની આશા છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મુલાકાત લેશે.
