Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર IPC અને CRPC માં કરશે પરિવર્તનઃ અમિત શાહ

Live TV

X
  • 47માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસના સમાપન સત્રમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, કેન્દ્ર સરકાર IPC અને CRPCમાં આમૂલ પરિવર્તન કરશે, નાગરીકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવશે. લખનઉ ખાતે  47 મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસના સમાપન સત્રમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. . આ કાર્યક્રમ ને સંબોધતા ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા વચ્ચે સમન્વય જળવાય તેની જવાબદારી ગૃહ વિભાગની છે અને દેશના નાગરિકોમાં પોલીસ પ્રત્યે સન્માનની ભાવના પેદા કરવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં એક સેન્ટ્રલ રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવાશે અને જે રાજ્યોમાં પોલિસ યુનિવર્સિટી નથી ત્યાં કોલેજ ખોલાશે. જેના દ્વારા પોલીસ સેવામાં જોડાનારા યુવાઓને ફોરેન્સિક સાયન્સ કાયદો અને પોલીસ સ્ટેશનનું સંચાલન અંગેનું શિક્ષણ અપાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply