ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ: ભારે હિમવર્ષાથી બરફની ચાદર છવાઈ
Live TV
-
ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકોમાં ભારે હિમવર્ષા જોવા મળી છે..ઉત્તરાખંડનું ઔલી સંપૂર્ણ રીતે બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે...પહાડોમાં હિમવર્ષા સિવાય દિલ્લી-NCRના હવામાનમાં પણ પલટો આવ્યો...તાપમાનમાં ઘટાડા સાથે ઘણાં વિસ્તારોમાં ગઈકાલે સંપૂર્ણ દિવસ વરસાદ અને કરા પડ્યા...હિમાચલ પ્રદેશના નરકંડામાં ભારે હિમવર્ષાના કારણે જ્યાં જુઓ ત્યાં બરફ જ નજરે ચઢે છે તો મનાલીમાં ગઈકાલે પહેલી હિમવર્ષા એટલી ભારે થઈ, કે લોકોને હિમયુગનો અહેસાસ થયો..હિમવર્ષાના કારણે સહેલાણીઓ આહલાદક નજારાની મજા માણી રહ્યા છે...
