નાગરિકતા સંશોધન બિલ-2019 પર રાષ્ટ્રપતિની મહોર
Live TV
-
રાષ્ટ્રપતિની મંજૂરી મળતા નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બન્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સંશોધન બિલ-2019ને મંજૂરીની મહોર લગાવી દીધી છે.નાગરિકતા સુધાર બિલ -2019ને સંસદમાંથી મંજૂર કરાવવામાં આવ્યું હતું. આ બિલ પહેલા લોકસભામાંથી અને પછી બુધવારે રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું.હવે આ બિલને રાષ્ટ્રપિતની મંજૂરી મળી ગઈ છે.પરંતુ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં આ બિલની કેટલીક જોગવાઈઓનો વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં બિલના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષાવ્યસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમના નાગરિકોના હક્કાના સંરક્ષણ અંગેની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.
