Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડના પૌડીમાં બસ ખાઈમાં પડતાં 48 લોકોના મોત

Live TV

X
  • પોલીસના જણાવ્યા પ્રમાણે ગંભીર રીતે ઘાયલ થયેલ બે મુસાફરોને રામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને અન્ય ઘાયલ લોકોને ધૂમાકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયાં છે.

    ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં આજે એક બસ ખાઈમાં પડી જતાં 48 મુસાફરોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. 

    પૌડીના પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સવારના સમયે બની હતી. રામનગર જઈ રહેલ ખાનગી બસે કબીન ગામની પાસે અચાનક કાબૂ ગુમાવતાં તે 200 મીટર ઉંડા ખાડામાં જઈ પડી હતી. બસ પડતાં 48 મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. 

    પોલીસના જણાવ્યા પ્રમાણે ગંભીર રીતે ઘાયલ થયેલ બે મુસાફરોને રામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને અન્ય ઘાયલ લોકોને ધૂમાકોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો સ્થાનિક હતા. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૌડી ગઢવાલમાં થયેલ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના ટ્વિટ સંદેશમાં કહ્યું છે કે, 'પૌઢી ગઢવાલમાં થયેલ બસ દુર્ઘટનાથી અત્યંત દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારા તરફથી સંવેદના. જેઓ ઘાયલ છે તેમના સ્વસ્થ થવાની ઈચ્છા રાખું છું. રાહતનું કામ ચાલુ છે અને પ્રશાસન દરેક રીતે સંભવ હોય તેવી મદદ કરી રહ્યું છે.'
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply