જીએસટીથી અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર આવ્યો છેઃ PM
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમામ ઉત્પાદકોને એક શ્રેણીમાં રાખવું શક્ય નથી. તેમણે પ્રશ્ન કર્યો કે, શું આપણે દૂધ અને મર્સિડીઝ પર એક સરખો ટેક્સ લગાવી શકીએ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજ્ય પત્રિકાને આપેલા ઈન્ટરવ્યૂમાં જીએસટીની ટીકા કરતાં લોકો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, જીએસટી પ્રક્રિયામાં 17 કરો અને 23 ઉપકરોનો એક ટેક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદી બાદથી જીએસટી લાગુ થયા સુધીમાં રજિસ્ટર્ડ ઉદ્યોગોની સંખ્યા 66 લાખ હતી. દેશભરમાં ચેક પોસ્ટની વ્યવસ્થા નાબૂદ થઈ છે. જીએસટીમાં રાજ્ય સરકારો, સામાન્ય લોકો, વ્યાપારીઓ અને મીડિયાની સલાહ લેવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું કે, જીએસટી ભારતીય સહકારી સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં રાજ્યોની મંજૂરીની સાથે સાથે સર્વસંમતિ લેવામાં આવી. જીએસટીની પ્રણાલી જો કઠિન હોત તો, એ વર્ષમાં 48 લાખ નવા રજિસ્ટ્રેશન શક્ય ન બન્યા હોત. 350 કરોડ ઈનવૉઈસ પ્રોસેસ કરવી અને 11 કરોડ રિટર્ન ફાઈલ શક્ય ન બની હોત.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમામ ઉત્પાદકોને એક શ્રેણીમાં રાખવું શક્ય નથી. તેમણે પ્રશ્ન કર્યો કે, શું આપણે દૂધ અને મર્સિડીઝ પર એક સરખો ટેક્સ લગાવી શકીએ? તેમણે કહ્યું કે, સરકારે લગભગ 400 પ્રકારના ઉત્પાદનો પરના કરોમાં ઘટાડો કર્યો છે. લગભગ 150 પ્રકારના ઉત્પાદનોને શૂન્ય કરની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
