પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે જમ્મૂ-કાશ્મીરને તમામ મદદ કરાશે
Live TV
-
ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરા સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં આવેલા પૂર વિશે વાતચીત કરી. ગૃહમંત્રીએ સ્થિતિને પહોંચી વડવા માટે દરેક સહાયતા અને સહયોગનું આશ્વાસન આપ્યું છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ સાથે પણ રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને જાણકારી લીધી. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે આસામ અને પૂર્વોત્તર રાજ્યોના અન્ય ભાગોમાં પણ પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
