Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર આજે મનાવી રહી છે 'જીએસટી દિવસ'

Live TV

X
  • એસટી દિવસ પર નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને નાણામંત્રી પીયૂષ ગોયલ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે.  ગયા વર્ષે 30 જૂનની મધ્યરાત્રિએ સંસદના કેન્દ્રીય કક્ષમાં જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. 

    કેન્દ્ર સરકાર આજે વસ્તુ અને સેવા કર લાગુ થયાની પહેલી વર્ષગાંઠને  'જીએસટી દિવસ' તરીકે મનાવી રહી છે. જીએસટી દિવસ પર નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને નાણામંત્રી પીયૂષ ગોયલ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે.  ગયા વર્ષે 30 જૂનની મધ્યરાત્રિએ સંસદના કેન્દ્રીય કક્ષમાં જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. 

    નાણાં મંત્રાલયે જાહેરાતમાં જણાવ્યું છે કે, પ્રથમ વર્ષમાં જીએસટી સામે ઘણા પડકારો આવ્યા હતા. જીએસટી પરિષદની અત્યાર સુધીમાં 27 બેઠકો થઈ ચૂકી છે. બધા જ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે, જે સહકારી સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

    જીએસટી લાગુ થયાને એક વર્ષ થઈ ગયું છે અને આ પ્રસંગે ડીડી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં બિહારના નાયબ મુખ્યમંત્રી અને જીએસટી પરિષદના સુશીલ મોદીએ કહ્યું હતું કે, પરિષદનું ફોકસ જીએસટીના ફોર્મને વધુ સરળ બનાવવા પર અને જીએસટીના પ્લેટફોર્મને યુઝર્સ ફ્રેન્ડલી બનાવવા પર રહેશે. 

    પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ લાવવાના પ્રશ્નના સવાલ પર તેમણે જણાવ્યું કે, તેમાં હજુ સમય લાગશે, કારણ કે રાજ્યોની આવકનો મુખ્ય ભાગ પેટ્રોલિયમ પદાર્થો પર લાગેલા ટેક્સમાંથી આવે છે. જો કે કુદરતી ગેસ અને એટીએફને જીએસટી હેઠળ લાવવા પર પરિષદ વિચાર કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply