ઉત્તરાખંડમાં ભારત-અમેરિકા તાલીમ યુદ્ધ અભ્યાસ-22નું 18મું સંસ્કરણ યોજાશે
Live TV
-
ભારત-અમેરિકા તાલીમ યુદ્ધ અભ્યાસ-22ના 18માં સંસ્કરણનું આયોજન ઉત્તરાખંડમાં કરવામાં આવશે.
આ મહિને ભારત-અમેરિકા તાલીમ યુદ્ધ અભ્યાસ-22ના 18માં સંસ્કરણનું આયોજન ઉત્તરાખંડમાં કરવામાં આવશે. આ યુદ્ધ અભ્યાસ ભારત અને અમેરિકાની સેનાઓની ઉત્કૃષ્ટ પદ્ધતિઓ, કૌશલ્ય, ટેકનોલોજી અને પ્રક્રિયાઓનું આદાન પ્રદાન કરવા માટે વાર્ષિક રૂપે આયોજન કરવામાં આવે છે. ઓક્ટોબર 2021માં યુદ્ધ અભ્યાસના સંસ્કરણનું આયોજન અમેરિકાના અલાસ્કામાં જોઈન્ટ બેઝ એલમેન્ડ્રાફ રિચર્ડસનમાં કરવામાં આવ્યું હતું.
આ સેના અભ્યાસમાં અમેરિકી સેનાની 11મી એયરબોર્ન ડિવીઝનની સેકન્ડ બ્રેગેડના જવાન અને ભારતીય સેનાની આસામ રેજીમેન્ટના જવાન ભાગ લેશે. આ તાલીમ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર અધિદેશના ચેપ્ટર-7 હેઠળ એકીકૃત યુદ્ધ સમૂહના નિયોજન પર કેન્દ્રિત છે. જે હેઠળ શાંતિ રક્ષણ અને શાંતિ લાગુ કરવાથી તમામ પ્રકારની કાર્યવાહીઓ શામેલ રહેશે. સંયુક્ત અભ્યાસ દરમિયાન માનવીય સહાયતા તથા આપત્તિ રાહત (HDR) કાર્યવાહીઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. બંને દેશોની સેનાના જવાન કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિમાં તાત્કાલિકરૂપે રાહત કાર્ય પ્રારંભ કરવાનો પણ અભ્યાસ કરશે.
બંને સેનાઓના વ્યાવસાયિક કૌશલ્ય અને અનુભવો લાભ મેળવવા માટે કમાન્ડ પોસ્ટ એક્સરસાઈઝ અને મહત્વપૂર્ણ વિષયો પર એક્સપર્ટ એકેડમિક ડિસ્કશન કરવામાં આવશે. ફિલ્ડમાં તાલીમ અભ્યાસ હેઠળ એકીકૃત યુદ્ધ સમૂહોનું વેરિફિકેશન, ફોર્સ મલ્ટીપ્લાયર્સ, ઓપરેશનલ લોજિસ્ટિક્સનું વેરિફેશનની પરિસ્થિતિમાં ચિકિત્સા સહાયતા ઉપલબ્ધ કરાવવાનું પણ શામેલ છે. યુદ્ધ અભ્યાસ દરમિયાન બંને દેશોની સેનાઓએ પોતાના વ્યાપક અનુભવ, કૌશલ્ય તથા સૂચનાના આદાન પ્રદાનથી પોતાની ટેકનોલોજીને સંવર્ધિત કરવાની તક પ્રદાન કરશે.