Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર એકશનમાં, TETનું પ્રશ્નપત્ર લીક કરનાર સામે લેવાશે પગલાં

Live TV

X
  • ઉત્તર પ્રદેશમાં શિક્ષકોની ભરતી માટેની લેવાતી TETની પરીક્ષામાં પેપરલીક થવાની ઘટનાને લઈ યોગી આદિત્યનાથની સરકાર એકશનમાં છે. યોગી આદિત્યનાથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે- TETની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક કરનારને છોડવામાં આવશે નહીં. આ કેસમાં કેટલાક લોકો સામે ગેંગસ્ટર કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અને તેમની મિલકતો જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસની ખાસ સ્પેશિયલ ટાસ્ક પોર્સ પ્રશ્નપત્ર લીક કેસની તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધી અનેક જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી કરી છે જેમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિહારમાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે. રાજ્ય સરકારે TETની પરીક્ષા ફરીથી સંપૂર્ણ પારદર્શિકતા સાથે એક મહિનાની અંદર યોજવાની બાંહેધરી આપી છે. વિદ્યાર્થીઓ પાસેથી ફરીથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં, તો પરીક્ષાર્થીઓને ઉત્તર પ્રદેશની બસોમાં વિનામૂલ્યે પરીક્ષા સ્થળે પહોંચવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply