Skip to main content
Settings Settings for Dark

સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે આજે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ બિલ રજૂ થશે

Live TV

X
  • સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે આજે લોકસભામાં કેન્દ્રિય કાયદા મંત્રી કિરણ રિજિજુ ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ્તમ ન્યાયાલય ન્યાયાધીશ વેતન અને સેવા શરત સંશોધન બિલ 2021 રજૂ કરશે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે સહાયતાપ્રાપ્ત જનનીય પ્રોધોગિકી(વિનિયમન) બિલ 2020 ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે. ઉપરાંત નિયમ 377 અંતર્ગતના મામલા અંગે ચર્ચા થશે. તો રાજ્યસભામાં જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત આજે ડેમ સુરક્ષા બિલ 2019 પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે. આ બિલ ડેમનું નિરીક્ષણ, સંચાલન સાથે તેના સુરક્ષિત કામકાજને સુનિશ્ચિત કરવા સંસ્થાગત તંત્ર પ્રદાન કરવા રજૂ કરવામાં આવશે. આ બિલને અગાઉ લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યુ છે. તો સત્રના પ્રથમ દિવસે સંસદના કૃષિ કાયદા પરત લેવા સંબંધી બિલ રાજ્યસભા તેમજ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. સંસદમાં પસાર થયા બાદ હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાશે. તો ગત ચોમાસુ સત્રમાં રાજ્યસભામાં સભાપતિ સામે તેમજ સુરક્ષા ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરનારા 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply