ઉત્તર પ્રદેશમાં વિકાસકાર્યોનું પરિવહન મંત્રીએ કર્યું લોકાર્પણ
Live TV
-
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હસ્તે 4 નેશનલ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં 3,037 કરોડ રૂપિયાના ખર્ચૈ તૈયાર થયેલા ચાર નેશનલ હાઈવે ખુલ્લા મૂકવામાં આવ્યા. આ સાથે જૌનપુરમાં 1,123 કરોડ રૂપિયાના ખર્ચૈ તૈયાર થનારા 3 નેશનલ માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યૂપીની જનતાને કહ્યું કે- રાજ્યમાં હવે વિકાસની લહેર ચાલી રહી છે. યોગી આદિત્યનાથે જનતાને સંબોધતા જણાવ્યું કે- ભાજપમાં વિકાસની નીતિ પર કામ કરાય છે, વંશવાદ કે પરિવારવાદની રાજનીતિ કરવામાં આવતી નથી.
