સંસદના શિયાળા સત્રનો છેલ્લો સપ્તાહ, લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ
Live TV
-
સંસદના શિયાળા સત્રના છેલ્લા સપ્તાહમાં પ્રથમ દિવસે લોકસભામાં ચૂંટણી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજ્જિૂએ બિલ રજૂ કર્યું. આ બિલ સર્વસંમતિથી લોકસભામાં પસાર થયું છે. નકલી મતદાનને અટકાવવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજ્યસભામાં વિપક્ષે 12 સાંસદોના સસ્પેન્શન અને અજય મિશ્રાના રાજીનામાની માગ પર હોબાળો મચાવતા રાજ્યસભા પહેલા બપોરે 2 વાગ્યા સુધી અને ત્યારબાદ 3 વાગ્યા સુધી સ્થગિત થઈ હતી. રાજ્યસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાના કેસ અને ઓમિક્રોનની સ્થિતિ પર જવાબ આપ્યા હતા. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે- ઓમિક્રોન અંગે દેશમાં દિશા-નિર્દેશ જાહેર કરાયા છે અને તેની કડકાઈથી અમલવારી કરવામાં આવી છે. લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિનિયોગ બિલને રજૂ કર્યુ હતું અને આ બિલ લોકસભામાં પસાર થયું હતું.
