Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે યૂપીના પ્રવાસે, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમમાં આપશે હાજરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્વસહાય બેન્ક ખાતાઓમાં 1 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. દિન દયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ આ રકમ સ્વ સહાય જૂથોને આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 હજાર બિઝનેસ કોરસપોન્ડટ સખીઓને પહેલા મહિનાના સ્ટાઈપેન્ડની રકમ આપશે. પ્રથમ મહિનામાં 4 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ તરીકે ચૂકવવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી કન્યા સુમંગલ યોજનાના 1 લાખથી વધુ લાભાર્થીઓને 20 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવશે. આ કાર્યક્રમમમાં 2 લાખથી વધુ મહિલાઓ ભાગ લેશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply