પ્રસાર ભારતીએ ICCR સાથે MOU હસ્તાક્ષર કર્યા, ભારતીય સંસ્કૃતિને મળશે પ્રોત્સાહન
Live TV
-
ભારતીય સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપવા માટે પ્રસાર ભારતી અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન (ICCR) વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારના કારણે ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન સાથે સંકળાયેલા પ્રતિભાશાળી કલાકારોને દૂરદર્શનનું પ્લેટફોર્મ મળશે. આ કલાકારોની પ્રસ્તુતિ દૂરદર્શનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. આ સાથે નૃત્ય અને સંગીતના કાર્યક્રમો સાપ્તાહિક કાર્યક્રમના ભાગરૂપે ડીડી નેશનલ, ડીડી ઈન્ડિયા અને દૂરદર્શનની પ્રાદેશિક ચેનલોમાં પ્રસારિત કરવામાં આવશે. પ્રસાર ભારતીના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આ કાર્યક્રમોને પ્રસારિત કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય સંસ્કૃતિને મજબૂત પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશથી આ કરાર કરવામાં આવ્યા છે. આ MOU થકી ભારતીય સંસ્કૃતિને શ્રેષ્ઠ કલાકારો થકી ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન થશે. ICCRના સહયોગથી દૂરદર્શન પર સંગીત-નૃત્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના અડધા કલાકના 52 એપિસોડ તૈયાર કરવામાં આવશે. દૂરદર્શનના ડિરેકટર જનરલ મયંક કુમાર અગ્રવાલ અને ICCRના મહાનિર્દેશક દિનેશ પટનાયકની ઉપસ્થિતિમાં MOU હસ્તાક્ષર કરાયા છે. પ્રસાર ભારતીના CEO શશી શેખર વેમપતિ, પ્રસાર ભારતીના નાણા વિભાગના સભ્ય અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરીમાં MOU હસ્તાક્ષર કર્યા છે. ડિસેમ્બર 2021 થી ડિસેમ્બર 2024 ત્રણ વર્ષના સમયગાળા માટે MOU સાઈન કરાયા છે.
