દેશમાં રાષ્ટ્રીય કક્ષાની સહકારિતા યુનિવર્સિટીની સ્થાપના કરાશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશમાં રાષ્ટ્રીય કક્ષાની સહકારિતા યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. નવી યુનિવર્સિટીની સ્થાપના પર અમિત શાહે કહ્યું કે- 'સહકારી ક્ષેત્રના વધુ વિસ્તરણ માટે આ દિશામાં કામગીરી કરવામાં આવશે'. પુનામાં વૈકુંઠા મહેતા નેશનલ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં પદવીદાન સમારોહનું આયોજન કરાયું. પદવીદાન સમારોહમાં સંબોધન કરતા સહકારિતા મંત્રી અમિત શાહે જાહેરાત કરી. અમિત શાહે પોતાના સંબોધનમાં સહકારિતા ક્ષેત્રને ગામડાઓમાં વિસ્તરીત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 'આઝાદીના સમય પહેલાથી સહકારિતા ક્ષેત્રનો દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન રહ્યુ છે'. સહકારિતા અભિયાનને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકારીતા ક્ષેત્રે નીતિની રચના કરી છે. અમિત શાહે સહકારિતા સંદર્ભે પુસ્તિકાનું વિમોચન કર્યુ હતું. બે દિવસના પ્રવાસે આવેલા અમિત શાહે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, CFSLના નવા બિલ્ડિંગ અને NDRFની પાંચમી બટાલિયનના કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
