કોરોના અપડેટઃ ભારતમાં 24 કલાકમાં કોરોનાના 6,563 નવા કેસ નોંધાયા, 132 દર્દીના મૃત્યુ
Live TV
-
આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6,563 દર્દીઓ નોંધાયા છે જ્યારે 8,077 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 132 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.
દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 82,267પર પહોંચી છે જે 572 દિવસ પછી દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. જે 1 ટકા કરતાં પણ ઓછું 0.24 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,77,055 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 6,563 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 66.51 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 15,82,079 લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 137.67કરોડથી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,41,87,017 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશનો રિકવરી રેટ વધીને 98.39 ટકા પર પહોંચ્યો છે. રોજનો પોઝિટિવિટી રેટ ઘટીને 0.60 ટકા થયો છે જે 77 દિવસમાં સૌથી ઓછો છે.
