Skip to main content
Settings Settings for Dark

ઉત્તર બિહાર સહિત પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ

Live TV

X
  • ઉત્તર બિહાર સહિત પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. અહીં કોસી સહિત, ગંડક, કમલા અને બાગમતી નદીમાં અચાનક જળસપાટી વધી જતાં અનેક ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. સીતામઢીમાં પણ પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. સ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાન 20 જુલાઈ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. દરભંગામાં બાગમતી નદી પર બનેલા ડેમમાં તિરાડ પડતાં શહેરમાં પાણી ભરાવાનો ભય ઉત્પન્ન થયો છે. તો મધુબનીમાં પણ કમલા નદીનું જળસ્તર વધ્યું છે. પ. બંગાળમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલાં વરસાદને કારણે અનેક ગામડાઓ અને શહેરો પાણીમાં ગરકાવ થયા છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ભયનજક સપાટી પર પહોંચ્યું છે. આસામના ઉપરવાસમાં સતત થઈ રહેલાં વરસાદને કારણે અનેક ઠેકાણે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply