Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં ભારે વરસાદને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 43 થઇ

Live TV

X
  • નેપાળમાં ભારે વરસાદને કારણે  મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 43 થઇ ગઇ છે. જ્યારે હજુ પણ 24 લોકો લાપતા છે. નેપાળમાં ગુરૂવારથી થનારા ભારે વરસાદને કારણે  અનેક નદીઓમાં પૂર આવ્યું છે. અને ભુસ્ખલનની પણ ઘટના બની છે. નેપાળ ક્ષેત્રને વરસાદને કારણે સૌથી વધુ સતત થઇ રહેલા વરસાદની જનજીવન પર ગંભીર અસર થઇ છે. નેપાળના તરાઇ ક્ષેત્ર પર વરસાદની સૌથી વધુ અસર થઇ છે. અહીં 100 થી વધુ ઘરોને નુકસાન પણ થયું છે, અને હજારો સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે  અનેક રાજમાર્ગો બંધ થઇ ગયા છે. નેપાળ પોલીસ , આર્મી અને ક્ષેત્રીય વહીવટી અધિકારીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. અત્યાર સુધી 1100 લોકોને બચાવી લેવાયા છે. અનેક નદીઓનું જળસ્તર વધી ગયું છે. જ્યારે અનેક નદીઓ ખતરાના નિશાન પરથી ઉપર છે. નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી દેવાઇ છે. હવામાન વિભાગે પૂર્વ અને મધ્ય સહિત પશ્ચિમના એક બે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply