Skip to main content
Settings Settings for Dark

કારગીલ યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ઉજવણી

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હી ખાતે ઓપરેશન વિજયની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજનાથ સિંહ અને સેના પ્રમુખ બિપિન રાવતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. વિજય જ્યોતને દ્વાસ માટે રવાના કરવામાં આવી.

    આજે કારગીલ દિવસને 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં કારગીલ વિજયની 20મી વર્ષગાઠ ઉજવવામાં આવી રહી છે. આ અવસરે નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે ઓપરેશન વિજયની ઉજવણી કરવામાં આવી. જ્યાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ બિપિન રાવત ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી. આજના આ ખાસ દિવસે નેશનલ વોર મેમોરિયલથી એક વિજય જ્યોતને રવાના કરવામાં આવી છે. સંરક્ષણમંત્રીએ આ વિજય જ્યોત રવાના કરાવી હતી. આ વિજય જ્યોત વિવિધ દોડવીરોનાં હાથમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચશે અને ત્યાંથી વિવિધ 10 શહેરોમાં ફરીથી કારગીલના દ્વાસ સુધી પહોંચાડવામાં આવશે. જ્યાં કારગીલ યુદ્ધની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply