Skip to main content
Settings Settings for Dark

ચંદ્રયાન-2ના પ્રક્ષેપણ માટે ઉલટી ગણતરી શરૂ

Live TV

X
  • મિશન ચંદ્રયાનને લઈને સવારે 6 વાગ્યે અને 51 મિનિટથી શ્રીહરિકોટાથી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સોમવારે સવારે 2 વાગ્યે અને 51 મિનિટે શ્રીહરિકોટાથી જીએસએલ માર્કથ્રી થી પ્રક્ષેપણ કરવામાં આવશે.

    મિશન ચંદ્રયાનને લઈને સવારે 6 વાગ્યે અને 51 મિનિટથી શ્રીહરિકોટાથી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. મિશન ચંદ્રયાન-2 ને 15 જુલાઈએ સવારે એટલે કે કાલે સવારે 2 વાગ્યે અને 51 મિનિટે પ્રક્ષેપિત કરવામાં આવશે. આ અવસરે રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદ શ્રીહરિકોટાના સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે. તેઓ અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2ના સાક્ષી બનશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન ઈસરો અનુસાર તમામ પ્રકારની તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને તમામ પ્રક્રિયાઓ યોજનાને અનુરૂપ ચાલી રહી છે. પ્રક્ષેપણ સ્થળ પર ઈસરોનાં વૈજ્ઞાનિક મિશન સાથે જોડાયેલા તમામ સભ્યો આ ઓપરેશનની દેખરેખ રાખી રહ્યાં છે. ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક 3 રોકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે. તે 4 ટનની સુધીના વજન ધરાવતા ઉપગ્રહને લઈ જવાની કેપેસિટી ક્ષમતા ધરાવે છે. આ મિશન દ્વારા ઈસરોને ચંદ્રના વિકાસ સાથે જોડાયેલા રહસ્યોને વધારે સારી રીતે સમજવામાં ઘણી મદદ મળશે. તે ઉપરાંત ચંદ્રયાન-1 દ્વારા કરવામાં આવેલી શોધને પણ વધારે વિસ્તારથી શોધખોળ કરવામાં મદદ મળશે. ચંદ્રયાનના ત્રણેય મોડ્યુલ એટલે કે ઓરબિટર, લેન્ડર અને રોવર આ પ્રક્ષેપણ માટે તૈયાર છે. આ લેન્ડર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ચંદ્રની સપાટીને સ્પર્શ કરે તેવી આશા છે. લેન્ડર ચંદ્રમાના દક્ષિણિ ધ્રુવ પર એટલે કે સાઉથ પોલ પર 6 સપ્ટેમ્બરે ઉતરશે. ચંદ્રના આ ક્ષેત્રમાં અત્યાર સુધી કોઈ પહોંચી શક્યું નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply