Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પૂરના કારણે સ્થિતિ વણસી

Live TV

X
  • પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થઈ ચૂક્યાં છે

    આ વખતના વરસાદે અનેક રાજ્યોને ઘમરોળ્યા છે. દેશના ઉત્તર ભાગમાં અનેક રાજ્યમાં પૂરની સ્થિતિ છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થઈ ચૂક્યાં છે. ભારે વરસાદના કારણે આ રાજ્યોની નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. દેશના ઉત્તર વિસ્તારમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે હાલત ખરાબ છે. જોકે, વરસાદે થોડો વિરામ લેતા કેટલીક જગ્યાએ રાહત પહોંચી છે. પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારમાં પણ પૂર જેવી સ્થિતિ છે.

    સૌથી ખરાબ હાલત ઉત્તરાખંડની છે. જ્યાં બે દિવસમાં થયેલા વરસાદના કારણે રાજ્યની દરેક નદીઓના વહેણ પણ તોફાન પર છે. હરિદ્વારમાં ગંગા ખતરાના નિશાનને પાર થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહરાવતે ઉત્તરકાશીમાં પૂરગ્રસ્ત વિસ્તારનું નીરીક્ષણ કર્યું હતું અને જરુરી વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું હતું. સીએમે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ આપદામાં 15 લોકોના મોત થયાં છે જ્યારે 6 કરતાં વધારે લોકો લાપતા છે જ્યારે 8 લોકો ઘાયલ છે.

    ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટોન્સ નદીના પ્રકોપ પછી આઈટીબીપીએ તપાસ અભિયાન ચલાવ્યું હતું. અહીં આભ ફાટી પડ્યું હતું. જેથી નુકસાન પામેલા ટિકોચી પાસે આરાકોટ વિસ્તારમાં એક શબ બહાર કાઢવામાં આવ્યું છે. જ્યારે અનેક લોકો લાપતા છે. દહેરાદૂનમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.

    હિમાચલમાં વરસાદ ન હોવાના કારણે હાલત સામાન્ય રહ્યાં હતાં. જોકે, હમીરપુર જિલ્લામાં પૂરના કારણે એક ઈમારત જમીનદોસ્ત થઈ હતી. ઉત્તરપ્રદેશમાં ગંગા, યમુના સહિત અનેક નદીઓમાં પૂરની સ્થિતી સર્જાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply