Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં હાલત સામાન્ય, શ્રીનગરમાં અનેક જગ્યાઓથી હટાવાયા બેરિકેડ

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી રાજ્યમાં લોકોની સુવિધા માટે હવે દિવસે દિવસે પ્રતિબંધ ઓછો થતો જઈ રહ્યો છે

    જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી રાજ્યમાં લોકોની સુવિધા માટે હવે દિવસે દિવસે પ્રતિબંધ ઓછો કરીને વાતાવરણ અનુકૂળ બનાવવાની પ્રક્રિયા શરુ છે. લાલ ચોક પર ઘંટાઘર આસપાસ બેરિકેડ હટાવાયા છે. જે વાતાવરણ કંટ્રોલમાં હોવાનો સંકેત આપે છે. આ ઉપરાંત ટેલિફોન સેવાઓમાં પણ રાહત આપવામાં આવી છે.

    કાશ્મીરમાં જનજીવન ધીરે ધીરે થાળે પડી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. નિયંત્રણો તબક્કાવાર દૂર થઈ રહ્યા છે. કાશ્મીરમાં પ્રાથમિક શાળાઓ ફરીથી ખોલવામાં આવી હતી. જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. સરકારે જણાવ્યું હતું કે, આજથી ખીણ પ્રદેશની તમામ માધ્યમિક શાળા ખુલી જશે. બીજી બાજુ રોજબરોજની જિંદગીની જરુરિયાતો પૂરી કરવા માટે બજારો પણ ધીરે ધીરે ખુલી રહ્યાં છે. સ્કૂલની આજુબાજુ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.

    જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, અફવા ફેલાવનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. સ્થાનિક લોકો સરકારને પુરો સહકાર આપી રહ્યા છે. તો સરકારી કાર્યાલયોમાં પણ કામકાજ શરૂ કરવામાં આવશે. 100 થી વધુ ટેલિફોન એક્સેચેન્જમાંથી 17 એક્સચેન્જમાં લેન્ડલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply