INX મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને SC દ્વારા કોઈ રાહત નહી
Live TV
-
આઈ.એન.એક્સ. મીડિયા સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર અને મનીલોન્ડરિંગ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાંથી પી. ચિદમ્બરમને કોઈ રાહત મળી નથી. આ સાથે ઈડીએ પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી પી. ચિદમ્બરમ સામે લુ-આઉટ નોટિસ બહાર પાડી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે હવાઈ, રોડ કે જળ કોઈપણ માર્ગથી પી. ચીદમ્બર દેશ છોડી શકશે નહી. તો, આ પૂર્વે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે સુપ્રિમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સિબ્બલે સમગ્ર મામલાની સુનાવણી સુધી ધરપકડ ન થાય તેવી અપીલ પણ કરી હતી.
જસ્ટિસ રમન્નાએ કોઈ પણ પ્રકારનો નિર્ણય આપવાનો ઈન્કાર કરી આ મામલાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે મોકલવાની વાત કરી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં રંજન ગોગોઈની બેન્ચ અયોધ્યા મામલે સુનાવણી કર્યા બાદ ચિદમ્બરમ મામલે સુનાવણી કરશે. બીજી તરફ સીબીઆઈ ટીમે દિલ્હી ખાતે ચિદમ્બરમ્ ના નિવાસસ્થાન પર સતત નજર રાખી રહી છે.
